Archive for category સૌરાષ્ટ્રની ધરતી

શ્રીમુકુન્દરાય પારાશર્ય:પોતાના વતન કોટડાસાંગાણી ના સંસ્મરણો, શબ્દચિત્રો “મારી મોટીબા અને બીજી સત્ય કથાઓ” પુસ્તક રૂપે

કોટડાસાંગાણી ના પનોતા પુત્ર સાહિત્યકાર શ્રીમુકુન્દરાય પારાશર્ય ના કોટડાસાંગાણી ના સંસ્મરણો, શબ્દચિત્રો ૧૯૮૧ પછી ૨૦૧૫ મા ફરીથી “મારી મોટીબા અને બીજી સત્ય કથાઓ” પુસ્તક રૂપે પ્રકટ થયા છે જે આપણા સૌ માટે ગૌરવ ની વાત છે. આ પુસ્તક ન મળ્યું હોત તો કોટડાસાંગાણી ઇતિહાસ, લાગણી, સંવેદના ના એવા કાલખંડ થી અપરિચિત રહેત જે ગુમાવવું પોસાય […]

,

Leave a comment

ચાંપરાજ વાળો – ઝવેરચંદ મેઘાણી

 [ ‘સૌરાષ્ટ્રની રસધાર’ માંથી સાભાર ] મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ […]

Leave a comment

સંત કવિ સદગુરુ ભોજલરામબાપા -ભોજા ભગત

પોસ્ટ સૌજન્ય: લાપાળીયા બ્લોગ,કાઠીયાવાડી-ખમીર વધુ માહિતી માટે વેબસાઈટ:www.bhojaldham.org ————————————– આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ભોજા ભગતનો […]

Leave a comment

મામલતદાર, મહાજન અને ગામ-અરધી સદીની વાચનયાત્રા

[‘અરધી સદીની વાચનયાત્રા : ભાગ-3’માંથી સાભાર.] લોલવણ ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો. ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા. મામલતદાર સાહેબ ગાદીતકીએ બેઠા હતા. પાસે તલાટી તથા પટેલ પણ બેઠા હતા. આજુબાજુ ખેડૂતો બેઠા હતા. વેપારીઓ પણ હતા. બે કોસના પાકા કૂવા તથા કૂંડી બાંધેલી એક વાડીની સો વીઘાની જમીન બિનવારસે જતાં […]

Leave a comment

દુશ્મનોની ખાનદાની જગાવાળા અને સંગ્રામસિંહ જેવી

સાભાર : કાઠીયાવાડી ખમીર  ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે. કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે? માણસો : કેમ કુંવરસાબ? કુંવર : મને […]

4 Comments

તળપદા શબ્દોનો અખૂટ ભંડાર…..ગુણવંત શાહ

તળપદા શબ્દોનો અખૂટ ભંડાર સૌરાષ્ટ્રની ધરતી પાસે છે. માટીની સુગંધ જાળવી રાખનારા કેટલાક શબ્દો અત્યંત શ્રવણમધુર હોય છે. લોકબોલીમાં આખો ને આખો માણસ પ્રગટ થતો જણાય છે. એવી વાણીનું ખરબચડાપણું પણ સહજ હોય છે અને તેથી દોષમુક્ત હોય છે. અંત:કરણ માટે કેવળ સૌરાષ્ટ્રમાં જ ‘માંહ્યલો’ શબ્દ પ્રયોજાય છે. કલ્પના કરી જુઓ. આદરણીય લોકશિક્ષક મોરારિબાપુ સૌરાષ્ટ્રને […]

1 Comment