લાડવા : એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

ક્રેડિટ અને સૌજન્ય : ડૉ એન. ડી. શીલું

*ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધતું નથી એ સર્વસ્વીકૃત હકીકત છે.એજ પ્રમાણે લાડવા ખાવાથી સુગર વધતું નથી એ હકીકત ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.*

ઘી જમ્યાં,
ઘેબર જમ્યાં,
ને ઉપર જમ્યાં દહીં,
શીરો ને પુરી જમ્યાં,
પણ લાડવા સમાન નહીં…

નાતના ભોજન માટે અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા.

વધારે લાડવા ખવાય એ માટે?

ના, ખરો હેતુ શુગર કંટ્રોલનો હોવો જોઈએ
કે આગલા દિવસે ઉપવાસ કરવાથી
શુગર લેવલ લો જાય તો બીજા દિવસે
લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!

અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ?

લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં),
ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ફક્ત આંકડા જ ગણો
તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય.

*પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે!* *Multiple Coated Pellets by Brahmins (MCPB) technique તરીકે સમજાવીશુ તો ખ્યાલ આવશે.*

ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં
તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ (pellets)પર
ઘી નું પડ (coating) થઇ જાય.

પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે
અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે
કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું (second coating) થઇ જાય.

અને પછી વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસ નું મુક્ત પડ ચડાવવામાં આવે.ખસખસ ના ઝીણાં ઝીણાં બી સાઈઝ-2 માઈક્રોન (detoxifier) તરીકે કામ કરે છે.

આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.

*First line of defence*
ખસખસ છેલ્લે લગાવવાનું પણ કારણછે.જયારે ખસખસ લગાડેલ લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ખસખસ ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ કરે છે.
તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.
ત્યાર બાદ *Second line of defence* કાર્યરત થાય, જેમાં ઘી મહત્વની ભૂમિકા ભજવે છે.
લોટ અને ગોળ ના કણ જે 3-4 માઈક્રોન થી નાના હોય તેને ધીમાં સાંતળી એના પર કોટીંગ કરેલ તે ઘીનું કામ હવે શરુ થાય છે.
શરીર જયારે લાડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે.

તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.
*Third line of defence.*
એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય.

અને એ છે ખસખસ અગેઇન.

*આ ખસખસ એક મહામાયા છે.*

એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. *ખસખસ રીલીઝ થયેલાં શુગર મોલિક્યુલ્સ ને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે.*
કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.
આમ લાડવા બનાવવામાં જે સૂઝબૂઝ આપણા વડીલોએ બતાવી છે તે અદ્ભૂત છે. એટલે જ ત્યારે ડાયાબિટીસ ન હતો.ખાવાના વધું શોખીન હળવદીયા બ્રાહ્મણ, આગલા દિવસ ભુખ્યા રહેતાં ને વધુ જમાઈ જાય તો જમીને નદી એ ન્હાવા પડતાં. આ બંને હકીકત આરોગ્ય વિજ્ઞાન ની દ્રષ્ટીએ કેટલી સાર્થક છે તે આજે સમજાય છે ને? આજ સુધી આપણે જ આપણાં ભૂદેવઓની આ પ્રકારના વર્તન ને સમજ્યા વગર હસી કાઢતાં.
*ડો.એન.ડી શીલુ*
તા.૭-૭-૨૦૧૮

*********
*એ ય ને મોજથી લાડવા ઝીકો*
*તમતમારે*.

Advertisements

,

  1. #1 by pareejat on 01/09/2018 - 12:34 pm

    Bahu, samajawa malyu. Mane hanmesha latu me khaslhas kem? Aaje jawab malyo. Aava bija lekh hoy to purvimalkan@yahoo.com.com par mokalava vinanti.

    Like

  1. લાડુપુરાણ: સ્વાદથી સ્વાસ્થ્ય સુધી – વેબગુર્જરી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: