મારા વિષે..

છે કૃષ્ણ ના સુદર્શન તણો ઘાટ મારો,
ધારો તો ધર્મ છું હુંધારો તો  ધ્વંસ છું હું.
………………………………………………………..
સુરજ પણ રાહ જુવે છે યજમાન બનીને,
પથ પર તારલિયા પણ વિખરાયા છે ફૂલડા બનીને,
આગમન તમારૂ ને આતિથ્ય અમારૂ,
એકવાર તો આવો મેહમાન બનીને….પરેશ પટૅલ.
……………………………………………….
આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો……….ફાધર વાલેસ

Advertisements
  1. #1 by Dharmesh Vyas on 23/07/2012 - 11:23 am

    પરેશભાઈ,

    “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

    આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

    આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

    http://www.mojemoj.com

    ધર્મેશ

    Like

  2. #2 by Vinod R. Patel on 16/08/2012 - 9:53 pm

    આપનો ખુબ જ ટૂંકો પણ સચોટ પરિચય મને ગમ્યો ,પરેશભાઈ.
    આપ મારા બ્લોગની મુલાત લ્યો છો એ બદલ આભાર.એવી રીતે લેતા રહેશો એવી આશા રાખું કે ?
    આપનો બ્લોગ ગમ્યો.બ્લોગ માટે મારી શુભેચ્છાઓ.

    Like

  3. #3 by પરાર્થે સમર્પણ on 13/01/2013 - 10:39 am

    માનનીય શ્રી પરેશભાઈ,
    ટુંકાણમાં પરચય પણ સચોટ ભાવના અને આદર્શનો પરિચય ખુબ ગમ્યો.

    Like

  4. #5 by nabhakashdeep on 11/10/2013 - 2:18 pm

    શ્રી પરેશભાઈ..જાણવા ને સમજવા જેવા લેખો ઘણું ઘણું કહી જાય છે. આપની અમારા બ્લોગની મુલાકાત અમને પ્રોત્સાહન દઈ જાય છે…ખૂબ ખૂબ આભાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. #6 by Gujaratilexicon on 18/10/2013 - 7:57 pm

    માનનીય શ્રી,

    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.

    સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
    ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

    ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.

    આભાર,
    ગુજરાતીલેક્સિકોન ટીમ.

    Like

  6. #7 by Gujaratilexicon on 22/08/2014 - 9:25 pm

    *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
    વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
    નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
    સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
    ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
    ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
    *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
    * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
    વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
    ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
    * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
    બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
    ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
    વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
    ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
    છે.
    * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
    ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
    શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
    શીખવી સરળ બની જશે.
    * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
    વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
    ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
    મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
    તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
    “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
    રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
    રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
    કટિબદ્ધ છે.
    *ગુજરાતીલેક્સિકોન વિશે : *
    45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
    ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
    સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
    *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
    મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
    વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
    ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
    લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
    *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
    (*http://global.gujaratilexicon.com/
    *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
    ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
    છે.
    ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
    ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
    આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
    લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
    ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
    રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
    વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
    સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
    વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
    શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
    સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
    Phone : +91 79 40049325 / +91 9825263050

    Like

  7. #8 by Gujaratilexicon on 09/01/2015 - 4:18 pm

    આદરણીય શ્રી,
    જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
    ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક,જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
    વિગતો :
    તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
    સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
    સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
    આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

    નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: